Preloved
Ghanshyamdas Birla : Amar Chitra Katha Vol. 733 (P)
Ghanshyamdas Birla : Amar Chitra Katha Vol. 733 (P)
by Anant Pai
5.0 / 5.0
(1) 1 total reviews
Couldn't load pickup availability
Ghanshyamdas Birla : Amar Chitra Katha Vol. 733 (P)
Explore the remarkable life of Ghanshyamdas Birla, a visionary industrialist, philanthropist, and patriot who played a key role in India’s freedom movement. Deeply inspired by Mahatma Gandhi, Birla supported national causes through his wealth, wisdom, and dedication. This Amar Chitra Katha biography brings to life his association with great leaders like Tilak, Nehru, and Sardar Patel, showcasing how his efforts shaped modern India.
Keywords:
Ghanshyamdas Birla Amar Chitra Katha, Indian industrialist comic, Birla biography, ACK Vol 733, Indian freedom movement comics, Mahatma Gandhi associates, Indian philanthropists, biographies for kids
- Details
- Publisher:
- Amar Chitra Katha
- Format:
- Paperback
- Language:
- English
- Content:
- Fiction
- Style:
- Illustrated - Colour
- ISBN:
- 9788184820454
- Size:
- Large
- SKU:
- BY1-1458
- Genre:
- Visionaries
Share

- 5 stars: 1 (100%)
- 4 stars: 0 (0%)
- 3 stars: 0 (0%)
- 2 stars: 0 (0%)
- 1 star: 0 (0%)
જ્યારે ભારત બ્રિટિશ શાસનથી મુક્ત થવાની સંઘર્ષમય યાત્રા પર હતો, ત્યારે કોઈક વ્યક્તિ એવી પણ હતી જેણે પૈસા અને પ્રેરણાથી આ લડતને બળ આપ્યું. એ હતા — ઘનશ્યામદાસ બિરલા, ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ, ધર્મપરાયણ દાતા, અને દેશપ્રેમી કર્મયોગી.
સ્વાતંત્ર્ય-સંગ્રામમાં અઢળક આર્થિક સહાય કરનાર, શિક્ષણક્ષેત્રે વિપુલ દાન આપનાર અને ધાર્મિક ક્ષેત્રે ભવ્ય મંદિરો બંધાવનાર, ઉદ્યોગમાં અંગ્રેજોના એકચક્રી ઔદ્યોગિક સામ્રાજ્યને પડકારનાર, ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાની આજે પુણ્યતિથિ છે. એમનો જન્મ વિક્રમ સંવત ૧૯૫૦ની ચૈત્ર સુદ પંચમીએ (10/4/1894) રાજસ્થાનના પીલાણીમાં થયો હતો. તેમના પિતાનું નામ બળદેવદાસ અને માતાનું નામ યોગેશ્વરીદેવી હતું. એમણે 1920માં લંડનમાં ઈસ્ટ ઇન્ડિયા પ્રૉડક્ટ્સના નામે જોડાનો ધંધો શરૂ કરેલો. બિરલા જ્યૂટ મિલની સફળતાએ બિરલાને ખૂબ પ્રેરણા આપી. જિયાજીરાવ કૉટન મિલથી લઈને હિન્દુસ્તાન ઍલ્યુમિનિયમ અને યુનાઇટેડ કોમર્શિયલ બેંક (યુકો બેંક) જેવી અનેક ઔદ્યોગિક સંસ્થાઓની સ્થાપનાથી બિરલાએ દેશના અર્થતંત્રને નવો મજબૂત આધાર આપ્યો. તેમનું ઉદ્યોગ જગતમાં આગમન માત્ર નફા માટે નહોતું – તે તો રાષ્ટ્રીય ઉજવણી બની રહી.
1927માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કૉંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી લડેલા અને જીતેલા. ચૂંટણી દરમિયાન પણ બિરલાને મોતીલાલ નેહરુ જેવા કૉંગ્રેસ આગેવાનોનાં ઉદાર વલણોની અનુભૂતિ થયેલી; ત્યારબાદ બિરલા કૉંગ્રેસ તરફ અને એની સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેની લડત તરફ અને તેમાંયે ખાસ કરીને ગાંધીજી તરફ આકર્ષાયા. ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમજ કૉંગ્રેસની સ્વતંત્રતા પહેલાંની લડતો અને સ્વતંત્રતા પછીની અનેક પ્રવૃત્તિઓ માટે બિરલાએ અઢળક આર્થિક સહાય કરી. આમ છતાં, એમણે કૉંગ્રેસના સભ્ય થવાનું મુનાસિબ માન્યું નહિ. બીજી બાજુ, ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ એમને પોતાની સાથે લંડન લઈ જવાનું મુનાસિબ માનેલું. બિરલા ખુદ ખાદી પહેરતા હતા. બધાં જ બિરલા હાઉસો રાજકારણની પ્રવૃત્તિઓનાં કેન્દ્રો બની ગયાં હતાં.
અંગ્રેજ સત્તાધીશો સમક્ષ બિરલા કૉંગ્રેસના પ્રવક્તા તરીકેનું કામકાજ પણ સંભાળતા હતા. બિરલાનું કાર્ય ઔદ્યોગિક અને રાજકીય ક્ષેત્રો પૂરતું જ મર્યાદિત ન હતું. શિક્ષણક્ષેત્રે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના પ્રસંગે 1922માં બિરલાએ ત્રણ લાખ રૂપિયાનું દાન આપીને ઘણા રાજવીઓને દંગ કરી દીધા હતા. પોતાના જન્મસ્થાન પિલાણીને એમણે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આગેવાન કેન્દ્ર બનાવવા કોશિશ કરી. પિલાણીમાં એમણે જગમશહૂર બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ઍન્ડ સાયન્સ(BITS–બિટ્સ)ની સ્થાપના કરી. વળી પિલાણીમાં ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્સ્ટાઇલ્સની પણ સ્થાપના કરી. આ ઉપરાંત પોતાના દરેક કારખાનામાં એક હિન્દી અને બીજી અંગ્રેજી માધ્યમની એમ બે શાળાઓ સ્થાપી.
માત્ર પાંચ ચોપડી જ ભણેલા જી ડી બિરલાએ ગાંધીજી પર ‘મહાત્માજીની છાયામાં’ નામનું પુસ્તક એમણે 1940માં લખ્યું હતું. આ ઉપરાંત, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, ઉદ્યોગ, સાહિત્ય, ધર્મ અને ગાંધીજી પર ઘણા લેખો અને કેટલાંક પુસ્તકો તેમણે લખ્યાં હતાં. તેઓ ખૂબ અસરકારક વક્તા હતા. ગીત-સંગીત પીરસવાના અને માણવાના તેઓ શોખીન હતા. 1927માં 33 વર્ષની ઉંમરે એ ઇન્ટરનેશનલ લેબર કૉન્ફરન્સના સભ્ય બન્યા હતા. 1929માં એમણે ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સની સ્થાપના કરી અને તેના તેઓ પ્રથમ પ્રમુખ બન્યા. બીજી બાજુ 1928–29માં અંગ્રેજ સરકારે એમને ખિતાબની નવાજેશ કરવાની દરખાસ્ત મૂકી તો એમણે તેનો અસ્વીકાર કર્યો. એમણે દિલ્હી, મથુરા વગેરે સ્થળોએ ભગવાન કૃષ્ણનાં મંદિરો બંધાવ્યાં, જે બિરલા મંદિરો તરીકે જાણીતાં છે.
ગુજરાતી સંવત ૨૦૩૯ની વૈશાખ અમાસે, તા. 11 જૂન 1983ના રોજ લંડનમાં તેમનું મૃત્યુ થયું.